PM Modi inaugurates international airport in Rajkot: મોદીના હસ્તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ, જાણો હીરાસર ગ્રીનફિલ્ડની શું છે વિશેષતા

PM Modi inaugurates international airport in Rajkot: પ્રધાનમંત્રીએ રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની સોથી મોટી ભેટ આપી છે

  • PM મોદી આજે ગુજરાતના પ્રવાસે
  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન
  • PM મોદીએ એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યું
  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળ્યો હતો. PM Modi inaugurates international airport in Rajkot. આપને જણાવીએ કે, પ્રધનામંત્રીએ એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કર્યું છે તેમજ તેઓ બાયરોડ રેસકોર્ષ સભા પણ સંબોધવાના છેPM Modi inaugurates international airport in Rajkot.

વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

  • રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના ઘણા વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે હીરાસર એરપોર્ટ

  • રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.

આ પણ વાંચો: એરફોર્સ અગ્નિવીરમાં ભરતી, 3500થી વધુ જગ્યાઓ પર ભરતી

બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ થઈ શકશે લેન્ડ

  • આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા ધરાવે છે અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન પણ ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રને મળવા લાગશે.

8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે

  • એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર પણ હશેPM Modi inaugurates international airport in Rajkot.

PM Modi inaugurates international airport in Rajkot: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ

  • રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે રૂપિયા 1405 કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.
  • 7 ઓક્ટોબર 2017 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ હેતુ ભૂમિપૂજન થયું હતું.
  • રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.
  • એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને ગુજરાત રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવેલી છે.
  • સંપૂર્ણ એરપોર્ટ સંકુલ 2534 એકરમાં ફેલાયેલું છે. હિરાસર એરપોર્ટ 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે 14 વિમાનની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે
  • આ એરપોર્ટમાં 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.

Leave a Comment