Shortage Of Urea Fertilizer In Gujarat: ગુજરાત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર યુરિયા ખાતરની તંગી ઉભી થાય છે. હાલ ચોમાસુ હોવાથી ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય આવ્યો છે. પરંતું બજારમા યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂત ખાતર ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સરકાર એવો દાવો કરી રહી છે કે ગુજરાત રાજ્યમાં યુરિયા ખાતરની તંગી નથી Shortage Of Urea Fertilizer In Gujarat.
ગુજરાત રાજ્યમાં ખેડૂતો અને જનસામાન્યને સંતુષ્ટિ થાય એટલો વરસાદ તો વરસી ગયો છે. ખેડૂતો માટે વાવણીનો સારો સમય છે ત્યારે એવી વાતો સામે આવી રહી છે કે Shortage Of Urea Fertilizer In Gujarat રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતો યુરિયા ખાતર માટે કલાકો લાઈનમાં ઉભા રહે અને તેમ છતા તેને ખાતર મળે નહીં. સ્વભાવિક છે કે સામે પક્ષે સરકાર પણ આંકડાનો હવાલો આપીને દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરની કોઈ તંગી નથી અને દરેક જિલ્લા પ્રમાણે પૂરતુ ખાતર મળી રહ્યું છે.
ગુજરાત સરકારનો તર્ક એવો છે કે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પ્રોત્સાહિત થાય તો સામે પક્ષે કેટલીક જગ્યાએ ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે નેનો યુરિયા ખરીદવા માટે મંડળીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે અને જો ખેડૂતો નેનો યુરિયા ન ખરીદે તો યુરિયા ખાતર ન આપવાની વાત પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે તો ફરજના ભાગરૂપે ગુજરાતન સરકાર ને વધારાનો યુરિયાનો જથ્થો ફાળવી દીધો છે તો પછી Shortage Of Urea Fertilizer In Gujarat. શું ગુજરાત રાજ્યમા એવા કોઈ સંગ્રહખોરો છે જે અત્યારથી સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે?. સરકાર કહે છે કે પુરતુ ખાતર છે તો ખેડૂતો ખાતરની અછતની ફરિયાદ કેમ કરે છે.
આ પણ વાંચો: નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP માં કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 95,910 સુધી
- રાજ્યમાં કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી ઉભી થઈ છે.
- ગુજરાત સરકારનો પૂરતા ખાતરનો દાવો છતા ગુજરાતમા અછતની બૂમ કેમ?
- ગુજરાતમા યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા અનેક બનાવ સામે આવી રહ્યા છે.
Shortage Of Urea Fertilizer In Gujarat. ગુજરાત સરકારનો પૂરતા ખાતરનો દાવો છતા અછતની બૂમ કેમ પડી રહી છે. યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે.. કલાકો લાઈનમાં ઉભા રહેવા છતા ખેડૂતો ને ખાતર મળતું નથી. ગુજરાત સરકારે સંગ્રહખોરો તરફ પણ અંગૂલીનિર્દેશ કર્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાતરની અછતના અનેક બનાવો બનાવ સામે આવ્યા છે Shortage Of Urea Fertilizer In Gujarat.
ગુજરાતને યુરિયા ખાતરનો કેટલો જથ્થો મળ્યો?
- 8.61 લાખ મેટ્રિક ટન
- યુરિયાનો કેટલો જથ્થો વપરાયો?
- 6.22 લાખ મેટ્રિક ટન
- સરકાર પાસે હાલ કેટલો જથ્થો?
- 2.55 લાખ મેટ્રિક ટન
- કેન્દ્ર તરફથી શું મદદ મળી?
- વધારાના 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો
Shortage Of Urea Fertilizer In Gujarat: ક્યાં જોવા મળી યુરિયાની અછત?
સુરત
- માંગરોળની વાંકલ સહકારી મંડળી બહાર યુરિયા ખાતર માટે લાઈન
- એક તરફ ખાતરની અછત બીજી તરફ ટેકનિકલ ખામી
જામનગર
- ધ્રોલમાં યુરિયા ખાતરની અછત
અમરેલી
- બાબરામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન
- રાજુલા, જાફરાબાદમાં યુરિયા ખાતરની તંગી
રાજકોટ
- સરધાર સેવા મંડળીના ખાતર ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટ્યો
મોરબી
- માર્કેટયાર્ડમાં યુરિયા ખાતરની અછત
સુરેન્દ્રનગર
- સડલા ગામમાં યુરિયા ખાતર લેવા પડાપડી
- જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી
- હાલ વાવણીની સિઝન છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી
- યોગ્ય સમયે ખાતર નહીં મળે તો સિઝન પૂરી થઈ જશે
- ખેતરમાં કામ વધુ છે તેના બદલે ખાતર માટે ધક્કા ખાવા પડે છે
ખેડૂતોની મુશ્કેલી શું છે?
જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી. હાલ વાવણીની સિઝન છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો સિઝન પૂરી થઈ જશે. ખેતરમાં કામ વધુ છે તેના બદલે ખાતર માટે ધક્કા ખાવા પડે છે. ખેડૂતોનો એવો આરોપ છે કે સબ્સિડીવાળુ ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે. ખેડૂતો ઉપર નેનો યુરિયા લેવા દબાણ કરવામાં આવે છે. નેનો યુરિયા ન લે તો યુરિયાનો જથ્થો આપવામાં આવતો નથી.
- રાજ્યમાં ખાતરની તંગી નથી
- મંડળી ખોટા જવાબ આપે તો ખેડૂતો રજૂઆત કરે
- નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે
- ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન
યુરિયા ખાતર અંગે સરકારનો જવાબ
રાજ્યમાં ખાતરની તંગી નથી. મંડળી ખોટા જવાબ આપે તો ખેડૂતો રજૂઆત કરે છે. નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન જરૂરી છે. જરૂરિયાત મુજબનું ખાતર દરેક જિલ્લામાં છે. ખાતરની સંગ્રહખોરી ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. 3 મહિનામાં સરકારે 12 જેટલી FIR કરી છે.