Bank Holiday in August 2023: ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંક, જલ્દી પતાવી લેજો તમારા જરૂરી કામ

Bank Holiday in August 2023: સામાન્ય રીતે બેંકમાં દરેક લોકોને ઘણા કામ રહેતા હોય છે. બેંક સામાન્ય વ્યક્તિથી માંડીને અમીર વર્ગ દરેક માટે નાણાંકીય વ્યવહારો કરવા માટે મહત્વની ગણાય છે. જેમા કોઈને બેંકમા તેમના ખાતામાં પૈસા જમા કરાવવાના હોય છે, તો કોઈને ખાતામાંથી પૈસા કાઢવાના હોય છે. તો અત્યારે કેટલાક લોકોને જુની નોટો બદલાવા માટે પણ બેંકમાં આટા મારવા પડતા હોય છે. પરંતુ જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો બેંક સાથે જોડાયેલી મહત્વની કામગીરી તમારે અત્યારે જ પુરી કરી દેવી જોઈએ. કારણ કે આ મહિનામાં બેંકમાં ઘણી સરકારી રજાઓ આવે છે તે કારણસર બેંક લગભગ અડધો મહિનો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે Bank Holiday in August 2023.

ઓગસ્ટ મહિનો રજાઓથી ભરેલો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, Bank Holiday in August 2023 મહિનામાં બેંકોમાં ઘણી બધી રજાઓ આવે છે. ઓગસ્ટ મહિનામાં ઘણા બધા તહેવારો, અને જન્મજ્યંતિ તેમજ રેગ્યુલર રીતે આવતા શનિવાર અને રવિવારના કારણે તમામ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. 15 ઓગસ્ટ એટલે કે,ભારતના સ્વતંત્રતા દિવસ હોવાના કારણે સમગ્ર દેશમાં બધી બેંકો બંધ રહેશે. આ સિવાય કેરલ મા ઓણમ, રક્ષાબંધન પર્વ ના કારણે દેશના મોટા ભાગોમાં બેંકો બંધ રહેશે. અને જો એવામાં તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો તમે રજાના લિસ્ટ મુજબ તમારું પ્લાનિંગ કરીને આ મહિનામાં જ તમારે તમારૂ કામ પૂરું કરી લેવું જોઈએ Bank Holiday in August 2023.

આ પણ વાંચો: નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP માં કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 95,910 સુધી

Bank Holiday in August 2023: ઓગસ્ટ 2023 મા બેંકો આટલા દિવસો બંધ રહેશે

  • 6 ઓગસ્ટ, 2023 – રવિવારના કારણે સમગ્ર દેશમાં બધી બેંકો મા રજા રહેશે
  • 8 ઓગસ્ટ, 2023 – ગંગટોકમાં ટેન્ડોંગ લો રમ ફાટના કારણે બધી બેંકો મા રજા રહેશે
  • 12 ઓગસ્ટ, 2023- બીજા શનિવારે સમગ્ર દેશમાં બધી બેંકો બંધ રહેશે
  • 13 ઓગસ્ટ, 2023- રવિવારના કારણે દેશભરમાં બધી બેંકો બંધ રહેશે
  • 15 ઓગસ્ટ, 2023- સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બધી બેંકો બંધ રહેશે
  • 16 ઓગસ્ટ, 2023- પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બધી બેંકો બંધ રહેશે.
  • 18 ઓગસ્ટ, 2023- શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બધી બેંકો બંધ રહેશે.
  • 20 ઓગસ્ટ, 2023- રવિવારે દેશભરમાં બધી બેંકો બંધ રહેશે
  • 26 ઓગસ્ટ, 2023 – ચોથા શનિવારે દેશભરની બધી બેંકોમાં રજા રહેશે
  • 27 ઓગસ્ટ, 2023- દેશભરની બધી બેંકોમાં રવિવારની રજા રહેશે
  • 28 ઓગસ્ટ, 2023 – પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બધી બેંકો બંધ રહેશે
  • 29 ઓગસ્ટ, 2023 – તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બધી બેંકો મા રજા
  • 30 ઓગસ્ટ, 2023 જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બધી બેંકો બંધ રહેશે
  • 31 ઓગસ્ટ, 2023 – રક્ષા બંધન / શ્રી નારાયણ ગુરુ જયંતિ / પંગ-લાબસોલનો તહેવાર હોવાના કારણે ગુજરાત, દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બધી બેંકોમા રજા રહેશે

જ્યારે બેંક બંધ હોય ત્યારે કામ સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

નવી ટેક્નોલોજીના કારણે આજકાલ મોટાભાગના ગ્રાહકો બેંક બંધ હોય તો પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ જ પ્રમાણે તમે કેશ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી તમારુ કામ પુરુ કરી શકો છો.

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Comment