IND W vs BAN W T20: પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યુ, કેપ્ટન હરમનપ્રીતની તોફાની ફિફ્ટી.

ભારતીય મહિલા ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે માત્ર 35 બૉલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની બેટિંગ કરી હતી.

IND W vs BAN W T20

IND W vs BAN W T20

IND W vs BAN W T20: આજથી ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત થઇ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે, આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કર્યા બાદ બાંગ્લાદેશ મહિલા ટીમે ભારતીય મહિલા ટીમ સામે 115 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને હરમનપ્રીત કૌરની ટીમે 22 બૉલ બાકી રહેતા માત્ર ત્રણ વિકેટો ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતીય મહિલા ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે માત્ર 35 બૉલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની બેટિંગ કરી હતી, વળી, સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 34 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા શેફાલી વર્મા શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. તે જ સમયે ત્રીજા નંબરની ખેલાડી જેમિમા રોડ્રિગ્સે 14 બૉલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 11 રન બનાવ્યા હતા. અંતે વિકેટકીપર યસ્તિકા ભાટિકા હરમનપ્રીત સાથે 9 રન બનાવીને અણનમ પરત ફરી હતી.

આ પણ વાંચો: આજથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, ક્યાં અને ક્યારે જોઇ શકશો લાઈવ?

આવી રહી પ્રથમ ઇનિંગ

ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની મહિલા ટીમે ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ 5 ઓવરમાં 27ના સ્કૉર પર ગુમાવી, શમીમા સુલતાન 13 બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે આઉટ થતાની સાથે જ રનની ગતિ થંભી ગઈ હતી. બીજી વિકેટ 9મી ઓવરમાં પડી. શાથી રાની 26 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. IND W vs BAN W T20 અને ત્રીજા નંબરની ખેલાડી શોભનાએ 33 બોલમાં 23 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન નિગાર સુલ્તાનાએ સાત બૉલમાં બે રન બનાવ્યા હતા.

આ પછી શૉર્ના અખ્તરે 28 બૉલમાં બે છગ્ગાની મદદથી અણનમ 28 રન ફટકારીને ટીમનો સ્કૉર 100ની પાર પહોંચાડ્યો હતો. તે જ સમયે રિતુ મોહિનીએ 13 બૉલમાં 11 રન બનાવ્યા હતા.IND W vs BAN W T20 ભારતીય મહિલા ટીમ તરફથી બૉલિંગમાં પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ અને શેફાલી વર્માએ એક-એક વિકેટો લીધી હતી. જોકે, તમામ બૉલરોએ ઇકોનૉમી સાથે બૉલિંગ કરી હતી.

Leave a Comment