Gujarat will Get Relief from heavy Rain: ગુજરાતને ‘અનરાધાર’ વરસાદ થી મળશે રાહત: જુઓ શું કહે છે હવામાન

Gujarat will Get Relief from heavy Rain: આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • Gujrat will Get Relief from heavy Rain
  • અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.Gujarat will Get Relief from heavy Rain

Gujarat will Get Relief from heavy Rain: આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, Gujarat will Get Relief from heavy Rain. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: એસ.બી.આઈ બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે?

શનિવારે જૂનાગઢમાં જોવા મળ્યું હતું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

આપને જણાવી દઈએ કે, શનિવારે જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢવાસીઓ હચમચી ગયા હતા. જોકે હવે જૂનાગઢમાં પાણી ઓસરવા માંડ્યા છે.

77 ડેમ હાઈએલર્ટ પર

સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે રવિવાર સુધીમાં રાજ્યના મુખ્ય 207 ડેમમાં 53.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે 49 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેમજ 77 ડેમ હાઈએલર્ટ પર છે. સાર્વત્રિક વરસાદના પગલે ગુજરાતમાંથી પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.

Leave a Comment