SBI FD Interest Rates 2023: સ્ટેટ બેંક ઓફ ઇંડિયા માં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે? આ આર્ટિકલ માં આપણે જોઈશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક નાં ચાલુ વર્ષના SBI FD Interest Rates 2023 વ્યાજદર કેટલા છે તેના વિષે ચર્ચા કરીશું, હવે FDનું વળતર ખૂબ વધારે થઈ ગયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ અલગ-અલગ મેચ્યોરિટીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
SBI FD Interest Rates 2023: SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે?
આજ કાલ ઘણા લોકો પોતાના બચાવેલ પૈસા રોકતા પહેલા એ જાણવા માંગે છે કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળશે. જો તમે SBIમાં FD પર કેટલું વ્યાજ મળશે એ વાતમાં મુંઝવતા હોવ તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે. SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ FD ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતી મુદત પર મળનારા વ્યાજ દર અને 1, 2 અથવા 3 વર્ષની મુદત માટે તમારી ફિક્સ ડિપોઝીટના કુલ કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું.SBI FD Interest Rates 2023
એસ.બી.આઈ બેંકમાં એક વર્ષમાં રૂ. 6,975 વ્યાજ મળશે
SBI FD Interest Rates 2023 એસ બી આઈ બેંકે હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે. SBI ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 6,975 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,06,975 રૂપિયા મળશે.
આ પણ વાંચો: રાજકોટ નાગરિક સહકારી બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી
એસ.બી.આઈ બેંકમાં 2 વર્ષમાં રૂ. 14,888 વ્યાજ મળશે
SBIએ 2 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 7 ટકા કર્યા છે. જો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે 14,888 રૂપિયા મળશે.
એસ.બી.આઈ બેંકમાં 5 વર્ષમાં રૂ. 38,042 વ્યાજ મળશે
ભારતીય સ્ટેટ બેંક હાલમાં 5 વર્ષની પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 6.50% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 5 વર્ષમાં વ્યાજ તરીકે 38,042 રૂપિયા મળશે. આ રીતે પાંચ વર્ષમાં તમારા 1 લાખ રૂપિયા વધીને 138,042 રૂપિયા થઈ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ: અહિ ક્લિક કરો
Disclaimer: આ માહિતી અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલ છે, રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.