તોફાની તેજી બાદ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો, છેલ્લા 1 મહિનામાં સોના અને ચાંદીના બંન્નેના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

- Gold Price તોફાની તેજી બાદ ભાવમાં ઘટાડો
- છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો
- ચાંદીના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં 2 હજારનો ઘટાડો
Gold Price અને ચાંદીના દાગીના પહેરવાના મોટા ભાગના લોકો શોખીન હોય છે, ત્યારે સોના-ચાંદીના દાગીના બનાવવા ઇચ્છતા લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. સોનાના ભાવમાં તોફાની તેજી બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યા છે. છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
આ પણ વાચો: પૂરા 5 દિવસ બેંકો રહેશે બંધ, ફટાફટ કામ પતાવી દો, જાણો કઇ તારીખે કયા શહેરમાં બેંક બંધ રહેશે
Gold Price અને ચાંદીના ભાવમાં ઘટાડો
છેલ્લા 1 મહિનામાં સોના અને ચાંદીના બંન્નના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જો સોનાનો ભાવની વાત કરવામાં આવે તો 60 હજાર 500 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે વિશ્વબજારનો માહોલ જોતાં ટૂંકમાં સોનાના ભાવ હજુ ઘટશે તેવું જાણકારોનું કહેવું છે. સોનાના ભાવ 58 હજાર તથા ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની શક્યતા છે.
નિશાંત ઝવેરી શું કહ્યું ?
અમદાવાદના વેપારી નિશાંત ઝવેરીએ સોનાના ભાવ ઘટવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, આ માટે આંતરરાષ્ટ્રીય પરિબળ જવાબદાર છે તેમજ જીઓ પોલિટિકલ ઇસ્યુ ઘટવાના કારણે તેમજ ભારતીય શેર બાજારની સારી સ્થિતિ છે વધુમાં કહ્યું હતું કે, ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે તેમજ ક્રૂડ ઓઇલમાં ભાવ ઘટવાનું કારણે સોનાના ભાવ ઘટ્યા છે. US માં ફેડરલ બેંકે વ્યાજદરમાં વધારો કરવાના સંકેત પણ છે.