Gujarat Rain News: ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Gujarat Rain News
- રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે
- દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે: હવામાન વિભાગ
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિમ અને ઉત્ત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે.
આ પણ વાચો: INSTAGRAM પર REELS ડાઉનલોડ કરવા માટે આવી ગયું જોરદાર ફીચર
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશેઃ હવામાન વિભાગ
Gujarat Rain News: રાજ્યમાં ચોમાસા અંગે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. તેમજ અમદાવાદમાં પણ ચોમાસાનું આગમન થયું છે. ત્યારે હવે ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તેમજ હવામાન વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી
ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર-સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજ સવારથી જ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારથી 77 તાલુકામાં વરસાદ
Gujarat Rain News રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે આણંદમાં પોણા 2 ઈંચ, વાપીમાં 1.5 ઈંચ, જેતપુરમાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, બોરસદમાં 1 ઈંચ, માણાવદરમાં 1 ઈંચ, નડીયાદમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ, ખંભાળિયામાં 1 ઈંચ, સુરત શહેરમાં 1 ઈંચ, ભાણવડમાં પોણો ઈંચ, ગાંધીધામમાં પોણો ઈંચ, ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ અને પોરબંદરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.