Red Onion પકવતા ખેડૂતોને ભૂપેન્દ્ર સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો, જુઓ કેટલો

Red Onion પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો: કૃષિ મંત્રી રાધવજી પટેલ

  • રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
  • Red Onion સહાય પેકેજના લાભ મેળવવા ખેડૂતો માટે અરજી સમય વધાર્યો
  • તા. 26મી જુલાઈ, 2023 સુધી આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો. આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

Red Onion

Red Onion માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર નિર્ણય લીધો

મંત્રી પટેલે ઉમેર્યું કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. 14 ફેબ્રુઆરીથી 06 માર્ચ, 2023 સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.14/02/2023 થી તા.31/05/2023 સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાચો : Gold Price: સોનામાં તોફાની તેજી બાદ ભાવમાં રૂ.2 હજારનો ઘટાડો, શું હજુ પણ ઘટશે ગોલ્ડના ભાવ?

સમયગાળા વધાર્યો

તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. 26/07/2023 સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અહી થી જાણો વધુ માહિતી :

Leave a Comment