IPS HASMUKH PATEL TWEET: સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ સામે હસમુખ પટેલે પરીક્ષાર્થીઓને ચેતવ્યા, કોચિંગ કલાસીસ પર આપ્યું મોટું નિવેદન

IPS HASMUKH PATEL TWEET કરી લખ્યું છે કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આધિકૃત જાહેરાતની રાહ જોવો.

IPS HASMUKH PATEL TWEET

IPS HASMUKH PATEL TWEET

  • ક્લાસિસોની અફવાભરી વાતોને લઈ હસમુખ પટેલનું ટ્વીટ
  • ‘અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે’
  • ‘ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે’

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસો અનેક લોભામણી જાહેરાત કરે છે અને તેમના ધંધાઓ ધમધમતા રહે જેને લઈ તેઓ ભરતી બોર્ડ પહેલા જ કેટલી ભરતી કરાશે તે પોતાની ઈચ્છા અનુસાર આંકડો નક્કી કરી લે છે અને વિદ્યાર્થીઓને આકર્ષ છે. ક્લાસિસ સંચાલકો ટૂંક સમયમાં ભરતી આવશે તેવી અફવાભરી વાતો કરી વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલે છે. તેઓ એમની ઈચ્છા અનુસાર કહી દેતા હોય છે કે, આ ભરતીમાં એટલી જગ્યા છે અને ટૂંક સમયમાં આવવાની છે. જે સમગ્ર બાબતને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી પ્રકાશ પાડ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓએ પણ તે ટ્વીટની કોમન્ટ બોક્ષમાં પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: ચંદ્રયાન-3નો હેતુ શું છે, જાણો, ચંદ્ર પર સેફ લેન્ડિંગ બાદ શું કરશે કામ

ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી: હસમુખ પટેલ

IPS HASMUKH PATEL TWEET કરી લખ્યું છે કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચતા રહે. ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.

વિદ્યાર્થીઓ શુ પ્રતિક્રિયા આપી

જે ટ્વીટની કોમેન્ટ બોક્ષમાં એક ભરત જોષી બી કે નામના વિદ્યાર્થીએ લખ્યું છે કે, Good sir આ કોચિંગ વાળા તો અવળા માર્ગે દોરે છે,મે હમણાં ગાંધીનગરના કેટલાક ફેમસ ક્લાસિસના ડેમો જોયા તો મને લાગ્યું કે આલોકો તૈયારી કરાવા કરતાં વિદ્યાર્થી ડિપ્રેશન માં આવી જાય એવી સ્ટાઈલ માં શીખવતા હોય છે, અને કે શીખવે એ સિલેબસ થી ખુબ દૂર હોય છે.

Leave a Comment