ICC EQUAL PRIZE NEWS: મહિલા ક્રિકેટ માટે ICCનો ઐતિહાસિક નિર્ણય, બધી ટૂર્નોમેન્ટમાં પુરુષ-મહિલા ક્રિકેટરોને સરખી મળશે પ્રાઈઝ મની

ICC EQUAL PRIZE NEWS ક્રિકેટ જગતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC ઈવેન્ટમાં મહિલા અને પુરુષ ક્રિકેટરોને એક સમાન પ્રાઈઝ મની આપવાનું મોટું એલાન કર્યું છે.

ICC EQUAL PRIZE NEWS
  • ICCએ ખતમ કર્યો મહિલા-પુરુષો વચ્ચેના રકમનો ભેદભાવ
  • મહિલા ક્રિકેટ માટે લીધો ઐતિહાસિક નિર્ણય
  • તમામ ઈવેન્ટ્સમાં પુરુષ-મહિલા ક્રિકેટરોને સરખી મળશે ઈનામી રકમ

ICC EQUAL PRIZE NEWS

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે ગુરુવારે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. બોર્ડે નવી નીતિ અમલમાં મૂકી છે અને આઇસીસી ઈવેન્ટ્સની ઈનામી રકમ અંગે પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે. આઇસીસીએ કહ્યું કે, હવેથી વૈશ્વિક ઈવેન્ટમાં મહિલા અને પુરુષોને સમાન ઈનામી રકમ મળશે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે આપી છે.

આઈસીસી મેચમાં મહિલા અને પુરુષોને ICC EQUAL PRIZE NEWS

બીસીસીઆઈના સચિવ જય શાહે ગુરુવારે જાહેરાત કરી હતી કે, હવેથી આઇસીસીની તમામ ઇવેન્ટ્સમાં પુરુષો અને મહિલાઓ માટે ઇનામની રકમ સમાન રહેશે. “મને એ જાહેર કરતા આનંદ થાય છે કે લિંગ સમાનતા અને સર્વસમાવેશકતાની દિશામાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે. આઇસીસીની તમામ ઈવેન્ટ્સમાં ઈનામી રકમ પુરુષો અને મહિલાઓ માટે એકસરખી જ રહેશે. આપણે સાથે મળીને વિકાસ કરીએ છીએ.

આ પણ વાંચો: આખરે 2 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થશે આ ખેલાડીની વાપસી! સિલેક્ટર્સે કરી પસંદગી, જાણો કેમ

આઈસીસી પ્રેસિડન્ટે કર્યું એલાન

આઇસીસી ટુર્નામેન્ટમાં સમાન ઈનામી રકમ અંગે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી આઇસીસીની વાર્ષિક પરિષદમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આઇસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી રમતના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને ખુશી છે કે આઇસીસી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે 2017થી, અમે મહિલા ક્રિકેટને મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમે આ જ ઈનામી રકમ માટે દર વર્ષે મહિલા સ્પર્ધાઓમાં રકમમાં વધારો કરતા હતા અને હવેથી આઇસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની રકમ પણ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા જેટલી જ ઈનામી રકમ મળશે અને તે જ રકમ ટી-20 વર્લ્ડ કપ અને અંડર-19 માટે પણ લાગુ પડશે.

પુરુષ-મહિલા વનડે વર્લ્ડ કપમાં કેટલી ICC EQUAL PRIZE NEWS

આ નિર્ણય અગાઉ આઇસીસીની ઈવેન્ટ્સમાં મહિલાઓ અને પુરુષોને મળતી ઈનામી રકમમાં ભારે તફાવત હતો. જો 50 ઓવરના વર્લ્ડ કપની વાત કરીએ તો 2019માં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનવા બદલ 28.4 કરોડની ઈનામી રકમ મળી હતી. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ ઉપવિજેતા હતી, જેના કારણે તેને 14.2 કરોડ મળ્યા હતા. મહિલા વન-ડે વર્લ્ડકપની વાત કરીએ તો 2022માં ચેમ્પિયન બનેલી ટીમને માત્ર 9.98 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે રનર્સઅપને 4.53 ICC EQUAL PRIZE NEWS. આવી સ્થિતિમાં આઇસીસીએ જે નિર્ણય લીધો છે, તે મહિલા ક્રિકેટ માટે ખુબ જ ઐતિહાસિક છે.

ટી-20 વર્લ્ડ પુરુષ-મહિલા ટીમને કેટલા મળતા હતા

માત્ર વન ડે વર્લ્ડ કપમાં જ નહિ ટી-20માં મહિલા અને પુરુષ ટીમોની ઈનામી રકમમાં ભારે તફાવત જોવા મળ્યો. ચાલુ વર્ષના પ્રારંભે જ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયાને ICC EQUAL PRIZE NEWS તરીકે 8.27 કરોડ મળ્યા હતા. તે જ સમયે, રનર-અપ રહેલી દક્ષિણ આફ્રિકાને 4.13 કરોડ મળ્યા હતા, જ્યારે સેમિ ફાઇનલમાં પહોંચતી ટીમોને 1.73 કરોડ મળ્યા હતા. આ રીતે આઇસીસી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટ માટે 20.28 કરોડની રકમ નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ જો મેન્સ ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો 2022માં ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી અને તેને 13 કરોડની જંગી રકમ મળી હતી. આ સિવાય રનર અપને 6.5 કરોડ મળ્યા હતા. આ સાથે જ સેમીફાઈનલમાં પહોંચનારી ટીમોને 3.25 કરોડ આપવામાં આવ્યા હતા. આ રીતે આઇસીસીએ આખી ટુર્નામેન્ટ માટે 45.4 કરોડની રકમ નક્કી કરી હતી.