
IND vs WI
IND vs WI વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ આ ખેલાડી પણ જગ્યા મળી છે
- ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે
- 2 વર્ષ પછી ટીમ ઈન્ડિયા માટે રમશે આ ખેલાડી!
- વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ
ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે. જણાવી દઈએ કે સૌથી પહેલા બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે અને આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 12 થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયા પણ ડોમિનિકા રવાના પણ થઈ ગઈ છે. હવે વાત એમ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી આ ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયાના ખેલાડી માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ખેલાડીને 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં રમવાની તક મળી શકે છે.
IND vs WI 2 વર્ષ પછી ટીમ ઈન્ડિયા માટે રમશે આ ખેલાડી!
નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સાથે જ એક એવા ખેલાડીને પણ જગ્યા મળી છે, જે છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ફાસ્ટ બોલર નવદીપ સૈની છે. જણાવી દઈએ કે નવદીપ સૈનીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ઈજાના કારણે અને થોડા સમય માટે ટીમની બહાર રહેવાના કારણે નવદીપ સૈનીની કારકિર્દીમાં એવો બ્રેક આવ્યો કે હવે તે 2 વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે.
વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ

IND vs WI નવદીપ સૈની એ વર્ષ 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સૈનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે 2 ટેસ્ટ મેચ, 8 ODI અને 11 T20 મેચ રમી છે. જણાવી દઈએ કે નવદીપે ટેસ્ટ મેચમાં 4, વનડેમાં 6 અને ટી20માં 13 વિકેટ ઝડપી છે. તેને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2 વર્ષ પહેલા શ્રીલંકા સામે રમી હતી.
ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષુલ પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.