ODI World Cup 2023 : ભારતનો આ પડોશી દેશ પણ રમશે વર્લ્ડ કપમાં, ઝિમ્બાબ્વેને હરાવીને સ્થાન લીધું.

શ્રીલંકાએ એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વનડે વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી છે.

ODI World Cup 2023
  • ODI World Cup 2023 શ્રીલંકાની એન્ટ્રી
  • ઝિમ્બાબ્વેને હરાવી દેતા સ્થાન મળ્યું
  • હવે ત્રણ ટીમો વચ્ચે ક્વોલિફાયર્સ માટે મુકાબલો

ODI World Cup 2023

શ્રીલંકાએ ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકાએ ODI World Cup 2023 ક્વોલિફાયર્સની એક મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશાન્કાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે શાનદાર સદી ફટકારી હતી. પાથુમે 102 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા હતા, જેમાં 14 ચોગ્ગા સામેલ હતા. જ્યારે દિગ્ગજ બેટ્સમેન દિમુથ કરુણારત્નેએ 30 અને કુસલ મેન્ડિસે 25*નો સ્કોર કર્યો. ચાર વિકેટ ઝડપનાર સ્પિનર માહિષ ટિક્શના પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

ઝિમ્બાબ્વેની આખી ટીમ 32.2 ઓવરમાં 165 રનમાં જ ખખડી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ઝિમ્બાબ્વેની આખી ટીમ 32.2 ઓવરમાં 165 રનમાં જ ખખડી ગઈ હતી. ઝિમ્બાબ્વેના ઈન ફોર્મ બેટ્સમેન સીન વિલિયમસને હાઈએસ્ટ સ્કોર 56 રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ સાથે જ સિકંદરે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે સ્પિનર માહિષ ટિક્કને ચાર અને ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી. મથિષા પથીરાના પણ બે ખેલાડીઓને વોક કરી હતી. ઝિમ્બાબ્વેની ટીમે આખરી છ વિકેટ માત્ર 39 રનની અંદર જ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: આ 6 પ્રકારની ઈન્ક્મ હશે તો નહીં આપવો પડે એક રૂપિયાનો ટેક્સ

ત્રણ ટીમો હજી પણ રેસમાં

ભારતમાં યોજાનારા ODI World Cup 2023 કુલ દસ ટીમો ભાગ લેવા જઈ રહી છે. આઠ ટીમોએ આ ટૂર્નામેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે જ હાલમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ દ્વારા અન્ય બે ટીમો પણ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવશે. હવે એક ટીમ શ્રીલંકાએ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે જ સમયે, બાકીના એક સ્થાન માટે ત્રણ ટીમો – ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ અને સ્કોટલેન્ડ હજી પણ રેસમાં છે. જો ઝિમ્બાબ્વે તેની આખરી મેચમાં સ્કોટલેન્ડને હરાવશે તો તે પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ જશે, નહિતર આ મામલો નેટ રનરેટ પર અટવાઇ જશે.

સુપર-સિક્સ વર્લ્ડ કપ ક્વોલિફાયર માં હાલની સ્થિતિ

  1. શ્રીલંકા (ક્વોલિફાઇ) – 4 મેચ, 8 પોઇન્ટ, નેટ રનરેટ (3.047)
  2. ઝિમ્બાબ્વે – 4 મેચ, 6 પોઇન્ટ, નેટ રનરેટ (0.540)
  3. સ્કોટલેન્ડ – 3 મેચ, 4 પોઇન્ટ, નેટ રન રેટ (0.188)
  4. નેધરલેન્ડ – 3 મેચ, 2 પોઈન્ટ, નેટ રનરેટ (-0.560)
  5. વેસ્ટ ઇન્ડીઝ (આઉટ) – 3 મેચ, 0 પોઇન્ટ, નેટ રનરેટ (-0.510)
  6. ઓમાન (આઉટ) – 3 મેચ, 0 પોઇન્ટ, નેટ રન રેટ (-2.139)

બાકીની મેચોનો કાર્યક્રમ ODI World Cup 2023 ક્વોલિફાયર્સ

3 જુલાઈ – નેધરલેન્ડ્સ વિરુદ્ધ ઓમાન, હરારે 4 જુલાઈ- ઝિમ્બાબ્વે વિરુદ્ધ સ્કોટલેન્ડ, બુલાવાયો 5 જુલાઈ- વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓમાન, હરારે 6 જુલાઈ- સ્કોટલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ
07 જુલાઈ – શ્રીલંકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, હરારે
09 જુલાઈ- ફાઈનલ મેચ, હરારે

Leave a Comment