GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની 7404 જગ્યાઓ પર ભરતી, પગાર ₹ 18,500

GSRTC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની 7404 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GSRTC Recruitment 2023

GSRTC Recruitment 2023

  • સંસ્થાનું નામ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
  • પોસ્ટનું નામ : વિવિધ
  • અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન
  • નોકરીનું સ્થળ : ગુજરાત
  • નોટિફિકેશનની તારીખ : 05 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 07 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06 સપ્ટેમ્બર 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://gsrtc.in/

મહત્વની તારીખ:


આ ભરતીની નોટિફિકેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 05 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ: GSRTC Recruitment 2023


નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં ડ્રાઈવરની 4062 તથા કંડક્ટરની 3342 આમ કુલ 7404 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ


ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને ફિક્સ રૂપિયા 18,500 પગારધોરણ ચુકવવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારશ્રીના નિયમો મુજબ ઉમેદવારને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે.

લાયકાત:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે એટલે કે તમે કોમર્સ, આર્ટસ અથવા સાઇન્સ કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલ છે તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

વયમર્યાદા:


GSRTC Recruitment 2023 એસ.ટી વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરના પદ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરના પદ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી:


એસ.ટી વિભાગની આ ભરતીમાં અનામત તથા બિનઅનામત તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.

GSRTC Recruitment 2023 પસંદગી પ્રક્રિયા:


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં ડ્રાઈવરની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટ તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે જયારે કંડક્ટરની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો


GSRTC Recruitment 2023 : અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • અરજી કરવા માટે GSRTCની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર નીચેના ભાગમાં આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

GSRTC Recruitment 2023 : અરજી કરવા માટે જરૂરી લિંક:

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment