10th Pass Govt Job in Gandhinagar: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th Pass Govt Job in Gandhinagar | Indian Coast Guard Gandhinagar Recruitment 2023
- સંસ્થાનું નામ : ભારતીય તટ રક્ષક
- પોસ્ટનું નામ : વિવિધ
- અરજી કરવાનું માધ્યમ : ઓફલાઈન
- નોકરીનું સ્થળ : ગાંધીનગર, ગુજરાત
- નોટિફિકેશનની તારીખ : 27 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 05 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 18 સપ્ટેમ્બર 2023
- ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://indiancoastguard.gov.in/
10th Pass Govt Job in Gandhinagar :મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ: 10th Pass Govt Job in Gandhinagar
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
10th Pass Govt Job in Gandhinagar :પગારધોરણ
ICG ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
1 | પોસ્ટનું નામ | પગારધોરણ |
2 | એન્જીન ડ્રાઈવર | રૂપિયા 21,700 થી 69,100 સુધી |
3 | નાવિક | રૂપિયા 18,000 થી 56,900 સુધી |
4 | મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) | રૂપિયા 18,000 થી 56,900 સુધી |
5 | મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) | રૂપિયા 18,000 થી 56,900 સુધી |
6 | સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
વયમર્યાદા:
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી:
ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.
10th Pass Govt Job in Gandhinagar : અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
- અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
- અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં એન્જીન ડ્રાઈવરની 05, નાવિક ની 07, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)ની 01, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)ની 02 તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની 02 જગ્યાઓ ખાલી છે.
10th Pass Govt Job in Gandhinagar : અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
આવી જ અપડેટ સૌથી પહેલા જાણવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.