GPSC Recruitment : નાયબ મામલતદાર સહિત અન્ય પોસ્ટ પર આવી ભરતી, દોઢ લાખ સુધીનો પગાર મેળવવાની તક

GPSC Recruitment:જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી તમને જીપીએસસીની વેબસાઇટ પરથી મળી રહેશે

GPSC Recruitment જો તમે સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છો તમારા માટે એક ગોલ્ડન ચાન્સ આવ્યો છે કારણ કે જીપીએસસી (GPSC Recruitment) દ્વારા મામલતદાર સહિત અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જીપીએસસી દ્રારા આ ભરતીને લઇને ઓફિશિયલ નોટિફિકેશન 14 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યુ છે અને ફોર્મ ભરવાની શરૂઆત 15 જુલાઇથી થઇ ચુકી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2023 છે. આ ભરતીને લઇને તમામ વિગતો તમે નીચે આપેલી નોટિફિકેશનમાં જોઇ શક્શો. આ સિવાય તમે ઓફિશિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત પણ લઇ શકો છો.

આ પણ વાચો: એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી, જાણો સંપૂર્ણ માહિતી

પોસ્ટ

આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ સિવાય જનરલ મેડીસીન, ટી.બી. એન્ડ ચેસ્ટ, ઓર્થોપેડીક્સ, રેડિયોથેરાપી, ઇમરજન્સી મેડીસીન, કાર્ડિયોલોજી. નેફ્રોલોજી, ન્યૂરોલોજી, પેડીયાટ્રીક સર્જરી, મેડિકલ ગેસ્ટ્રોલોજી, આદિજાતી વિકાસ અધિકારી વર્ગ 2, કાયદા અધિકારી વર્ગ 2 સહિતની અન્ય પોસ્ટ પર પણ ભરતી કરવામાં આવશે.

પગારધોરણ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી તમને જીપીએસસીની વેબસાઇટ પરથી મળી રહેશે.

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રીયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે સૌથી પહેલા લેખિત પરીક્ષા જેમાં પ્રિલીમ અને મેઇન્સનો સમાવેશ થાય છે તે પાસ કરવી પડશે અને ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફેક્શનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

સતાવાર વેબસાઈટ: અહી ક્લિક કરો

1 Comment

Add a Comment
  1. Chunara Nilesh Kumar Laxman bhai

    I need a job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *