PUBG Woman Trapped In Love: ગોરક્ષ હિંદુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે 72 કલાકમાં SEEMA HAIDAR ને દેશ બહાર કાઢી મૂકવાની નહીંતર આંદોલન કરવાની ધમકી આપી છે.
PUBG Woman Trapped In Love
- પાક.થી ભારત ભાગી આવેલી સીમા હૈદરને દેશ બહાર કાઢી મૂકવાની ઉઠી માગ
- ગોરક્ષ હિંદુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે સરકારને આપ્યું અલ્ટીમેટમ
- 72 કલાકમાં સીમાને દેશ બહાર કાઢો નહીંતર આંદોલન
PUBG Woman Trapped In Love: સીમા હૈદર પર દીન પ્રતિદીન વિવાદ વધી રહ્યો છે. અને હવે ‘ગોરક્ષ હિંદુ દળ’એ તેમનો વિરોધ કર્યો છે. ગોરક્ષ હિંદુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે SEEMA HAIDAR ને સરકારે દેશની બહાર ફેંકી દેવી જોઈએ, નહીં તો તેઓ મોટું આંદોલન કરશે. સીમા હૈદર પાકિસ્તાનથી વિઝા વગર ભારત આવી છે. તેમનું કહેવું છે કે તે ગ્રેટર નોઈડાના એક ગામમાં રહેતા સચિન નામના વ્યક્તિના પ્રેમમાં છે અને આ કારણે તે પોતાનો દેશ છોડીને અહીં આવી ગઈ છે. વેદ નાગરે પોતાના નિવેદનનો વીડિયો જાહેર કર્યો છે.
આ પણ વાચો: 24 કલાક ગુજરાતને માથે તાંડવ કરશે મેઘરાજા:અંબાલાલ પટેલે કરી કહેર વરસાવતી આગાહી, જુઓ આ 12 ખબર
સીમા સામાન્ય મહિલા નથી, પાક.જાસૂસ-વેદ નાગર
વેદ નાગરે કહ્યું કે સીમા હૈદર કોઈ સામાન્ય સ્ત્રી નથી. તે પાકિસ્તાનની જાસૂસ છે. તે ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. તે ઘણી જુદી જુદી ભાષાઓમાં બોલે છે. તે અંગ્રેજીમાં પણ અસ્ખલિત રીતે બોલે છે. તે એક સામાન્ય સ્ત્રી ન હોઈ શકે.
72 કલાકમાં સીમાને દેશની બહાર કાઢો નહીંતર આંદોલન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવા કૃત્યને કોઈ પણ ભાગે સહન કરવામાં નહીં આવે સીમા અને તેના ચાર બાળકોને સરકારે 72 કલાકની અંદર જ દેશની બહાર કાઢી મૂકવા જોઈએ. નહીં તો આંદોલનનો માર્ગ અપનાવાશે. અમે દેશદ્રોહી દેશની મહિલાને સહન નહીં કરીએ.
લગ્ન કર્યાની સચિન-સીમાએ કબૂલાત કરી
PUBG Woman Trapped In Love: SEEMA HAIDAR પાકિસ્તાનની રહેવાસી છે. તે કહે છે કે સચિન પ્રત્યેના પ્રેમને કારણે તે નેપાળ થઈને ભારત આવી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે કોર્ટે તેને જામીન પર મુક્ત કરી દીધી છે. સીમા હાલ સચિનના ઘરે ગ્રેટર નૉઈડા ના એક ગામ મા રહે છે. સચિન અને સીમાનું કહેવું છે કે તે બંનેએ લગ્ન કરી લીધા છે. સીમાનું કહેવું છે કે PUBG Woman Trapped In Love ઑનલાઈન પબજી ગેમ રમતી વખતે તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. સીમાએ હિંદુ ધર્મ અંગીકાર કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે તેમને ભારત અને હિંદુ ધર્મ ખૂબ પસંદ છે. સીમાએ ચોખ્ખું કહ્યું કે તે કોઈ પણ ભોગે પાકિસ્તાન જવા માગતી નથી કારણ જો તે ત્યાં પાછી જશે તો ત્યાંના લોકોને તેને મારી નાખશે ગમે તે હોય પણ તે અહીં જ રહીને સચિન સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે.