Admission in Government Hostels 2023-24: સરકારી છાત્રાલયોમાં વર્ષ 2023-24 માં પ્રવેશ માટે અરજી કરો અહીંથી

Admission in Government Hostels 2023-24: સરકારી છાત્રાલયોમાં વર્ષ 2023-24 માં પ્રવેશ માટે અરજી કરો અહીંથી

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધો.૧૧-૧૨ ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે.

Admission in Government Hostels 2023-24 : જે સરકારી છાત્રાલયોની યાદી esamajkalvan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.

આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રવેશ મેળવવાની ઇચ્છા ધરાવતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે

સરકારી છાત્રાલયોમાં વર્ષ 2023-24 માં વિના મુલ્યે (મફત)માં છાત્રાલયમાં પ્રવેશ મેળવી કરો અભ્યાસ

સરકારી છાત્રાલયોમાં વર્ષ 2023-24 માં પ્રવેશ માટે અરજી કરવા માટે આ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર તા.૦૩/૦૬/૨૦૨૩ થી તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

સરકારી છાત્રાલયમાં ફેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે- Admission in Government Hostels 2023-24.

સરકારી છાત્રાલયમાં ફેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ ( Admission in Government Hostels 2023-24)

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
  • શાળા છોડયા નું પ્રમાણ પત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

Admission in Government Hostels 2023-24 પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ અને રીન્યુઅલ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે.

રીન્યુઅલ વિદ્યાર્થીને ગત વર્ષની વાર્ષિક પરિક્ષાનું પરિણામ ન આવેલ હોય તો સેમીસ્ટર-૧/૩/૫ નુ પરિણામ રજૂ કરવુ પડશે. જે ધ્યાને લઈ છાત્રોને કામચલાઉ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ સેમીસ્ટર-૨/૪/૬ નું પરિણામ નિયત કરવામાં આવેલ ગુણની ટકાવારી મુજબ હશે તો જ ફાઈનલપ્રવેશ આપવામાં આવશે.

પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિધ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ છાત્રોએ સંબંધિત સરકારી છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં,

Admission in Government Hostels 2023-24: અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં. પ્રવેશ અંગેની અંતિમ યાદી સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે.

સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે છાત્રાલયના મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા ધ્યાને લઈ નિયમોનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત (Subquota) મુજબ બેઠકો ફાળવવામાં આવે છે. જેમાં, સૌપ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમોનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યાઓમાં નિયમોનુસાર ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા વાર્ષિક રૂ.૬.૦૦ લાખ રહેશે

સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા મહત્વ પુર્ણ લિંક:

સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવા અહિં ક્લિક કરો

સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લિક કરો.

વિવિધ જાતિના લોકો માટે સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે નોટીફિકેશન ડાઉનલોડ કરો

Leave a Comment