MANIPUR VIOLENCE NEWS: મુખ્યમંત્રી રાજીનામું આપે તેવા સમાચાર: 59 દિવસથી સળગી રહ્યું છે મણિપુર, આખરે BJP હાઇકમાન્ડે આદેશ આપ્યા હોવાના સંકેત

MANIPUR VIOLENCE NEWS:મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે CM બિરેન સિંહ આજે બપોરે 1 વાગ્યે રાજ્યપાલને મળશે. આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર એમને મળીને રાજીનામું આપી શકે છે

MANIPUR VIOLENCE NEWS

  • મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે
  • મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે
  • આ સાથે જ તેમનું રાજીનામું આપી શકે છે
MANIPUR VIOLENCE NEWS

હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હાલ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે અને તેમનું રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિરેન સિંહ આજે બપોરે લગભગ 1 વાગ્યે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપશે.

MANIPUR VIOLENCE NEWS રાજ્યમાં 59 દિવસની અશાંતિ ચાલી રહી છે

જણાવી દઈએ કે રાજ્યમાં 59 દિવસની અશાંતિ ચાલી રહી છે અને તેઓ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યા છે. હાલ મળતી જાણકારી અનુસાર બિરેન સિંહને રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અથવા કેન્દ્ર હસ્તક્ષેપ કરશે અને સત્તા સંભાળશે. આ પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ પણ વાંચો : BMI Calculator: તમારી ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, અહીં ઉમર નાખો અને વજન જાણૉ

બિરેન સિંહે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી

આ પહેલા રવિવારે સીએમ એન બિરેન સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પછી ચર્ચાનું બજાર ગરમાયું હતું. શનિવારે જ ગૃહમંત્રી શાહે મણિપુરની સ્થિતિને લઈને 18 પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.

MANIPUR VIOLENCE NEWS શાંતિ જાળવવા માટે તમામ શક્ય પગલાં લેશે

સીએમ બિરેન સિંહે ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત અંગે જાણકારી આપી છે. તેમાં લખ્યું છે કે આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેમણે મણિપુરમાં જમીની સ્તરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. અમિત શાહ જીની કડક દેખરેખ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારો છેલ્લા અઠવાડિયામાં મોટા પ્રમાણમાં હિંસા પર કાબૂ મેળવવામાં સફળ રહી છે. બિરેન સિંહે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું છે કે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ જાળવવા માટે તમામ શક્ય પગલાં લેશે.

Leave a Comment