Indian Railway Recruitment 2023: 10 પાસ માટે ભારતીય રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ : 21-08-2023

Indian Railway Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તો તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુબ જ સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 1015+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે.તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબજ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં ભરતી 2023

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ secr.indianrailways.gov.in

ભારતીય રેલવેમાં ભરતી માટે મહત્વની તારીખ

Indian Railway Recruitment 2023 ભરતીની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે પોસ્ટનું નામ

Indian Railway Recruitment 2023 નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટ, તથા ટેક્નિશિયન અને જુનિયર એન્જીનીયરની પોસ્ટ ની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે પગારધોરણ

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
આસિસ્ટન્ટ લોકો પાઇલોટરૂપિયા 19,900 થી 63,200 સુધી
ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી
જુનિયર એન્જીનીયરરૂપિયા 35,400 થી 1,12,400 સુધી

ભારતીય રેલવેમાં ભરતી માટે ખાલી જગ્યા

Indian Railway Recruitment 2023 જાહેરાતમાં આપેલ માહિતી મુજબ ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 820, તથા ટેક્નિશિયનની 132 અને જુનિયર એન્જીનીયરની 64 આમ કુલ 1016 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે લાયકાત

મિત્રો Indian Railway Recruitment 2023 ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચવી.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ10 પાસ તથા ITI અથવા ડિપ્લોમા
ટેક્નિશિયન10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પાસ
જુનિયર એન્જીનીયર3 વર્ષનો ડિપ્લોમા

ભારતીય રેલવેમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા (જરૂરી હોય તો)

આ પણ વાંચો: નોટની છાપકામ કરતી સરકારી કંપની BNP માં કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 95,910 સુધી

ભારતીય રેલવેમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને સૌ પ્રથમ અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ @ secr.indianrailways.gov.in પર જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે પરીક્ષા માટેની ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે: અહિ ક્લિક કરો

અરજી કરવા માટે: અહિ ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ: અહિ ક્લિક કરો

Leave a Comment