INSTAGRAM પર REELS ડાઉનલોડ કરવા માટે આવી ગયું જોરદાર ફીચર, લોકોએ કહ્યું, ‘બસ આ જ જોઈતું હતું’

INSTAGRAM

Instagram યુઝર્સ હવે કોઈપણ થર્ડ પાર્ટી વિના તેમની મનપસંદ રીલ્સને ડાઉનલોડ કરી શકે છે હાલ આ સુવિધા માત્ર પસંદગીના યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે

  • ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા
  • થર્ડ પાર્ટી વિના યુઝર્સ મનપસંદ રીલ્સને ડાઉનલોડ કરી શકે છે
  • આખી Instagram દુનિયામાં 235 કરોડ યુઝર્સ

  • ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે હવે યુઝર્સ મનપસંદ રીલ્સને ડાઉનલોડ કરી શકે છે અને તે પણ કોઈપણ થર્ડ પાર્ટીની જરૂર પડશે નહીં. યુઝર્સ પ્લેટફોર્મ પરથી રીલ્સ ડાઉનલોડ કરી શકશે. જો કે આ સુવિધા માત્ર પસંદગીના યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તાજેતરમાં Instagramની બ્રૉડકાસ્ટ ચેનલ પર હેડ એડમ મોસેરીએ જાહેરાત કરી હતી કે યુએસમાં Instagram યુઝર્સ હવે તેમના ડિવાઇસ પર સીધા જ રીલ્સ ડાઉનલોડ કરી શકે છે.

આખી Instagram દુનિયામાં 235 કરોડ યુઝર્સ

Instagram વિશ્વભરમાં લગભગ 2.35 બિલિયન એટલે કે 235 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ છે અને એકલા ભારતમાં જાન્યુઆરી 2023 સુધીમાં 229 મિલિયન (યુઝર્સ છે. પરંતુ આ છતાં ભારતીય યુઝર્સ રીલ્સ ડાઉનલોડ કરવાની નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં કારણ જે હાલ આ ફીચર યુએસમાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

આ રીતે કામ કરશે નવું ફીચર
મોસેરીએ એ મેસેજમાં લખ્યું કે “યુએસમાં અમે તમારા કેમેરા રોલમાં પબ્લિક એકાઉન્ટ્સ દ્વારા શેર કરેલી રીલ્સને ડાઉનલોડ કરવાની ક્ષમતાને રોલઆઉટ કરી રહ્યા છીએ. તમને ગમતી રીલ પરના શેર આઈકન પર ટેપ કરો અને ડાઉનલોડ કરવાનો ઓપ્શન પસંદ કરો. આ સાથે જ જણાવી દઈએ કે પ્રાઇવેટ એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલી રીલ્સ તમારા કૅમેરા રોલમાં આવશે નહીં. પબ્લિક એકાઉન્ટવાળા યુઝર્સ પણ તેના અકાઉન્ટના સેટિંગમાં જઈને રીલ્સના ડાઉનલોડને બંધ કરી શકે છે.”

ડાઉનલોડ કરેલ રીલ્સ પર વોટરમાર્ક હશે
આ સાથે જ મોસેરીએ એ પણ સમજાવ્યું કે કેવી રીતે યુઝર્સ ઈન્સ્ટાગ્રામ રીલ્સને એપ્લિકેશનમાંથી સીધા તેમના કેમેરા રોલમાં ડાઉનલોડ કરી શકે છે. આમ કરવા માટે, ફક્ત શેર બટન પર ટેપ કરો અને ડાઉનલોડ પર ટેપ કરો. જો કે તેને ખાસ ઉલ્લેખ કર્યો ન હતો કે ડાઉનલોડ કરેલ રીલ્સ પર વોટરમાર્ક હશે પણ તેના દ્વારા શેર કરાયેલ ફોટો પરથી હિંટ મળે છે કે ડાઉનલોડ કરેલ વિડિઓ એકાઉન્ટના નામ સાથે Instagram લોગો પણ જોવા મળશે.

Leave a Comment