What Is ThE Next Stage Of Rain In Gujarat: સાંબેલાધારની સિસ્ટમ સક્રિય થઈ.! ગુજરાતમાં વરસાદની હવે પછીની શું છે સ્થિતિ ?

What Is ThE Next Stage Of Rain In Gujarat: ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદનાં બીજા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડતા નદી-નાળા તેમજ ડેમો છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં આગામી સમયમાં સારો વરસાદ પડી શકે છે.

What Is ThE Next Stage Of Rain In Gujarat: ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદનાં બીજા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડતા નદી-નાળા તેમજ ડેમો છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં આગામી સમયમાં સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો: મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં AMC ક્લિનસ્વીપ, સોસાયટીઓ, રસ્તા,અંડરપાસ પાણીમાં

ગુજરાતમાં એકંદરે સારો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે અઠવાડિયા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. રાજ્યમાં સિઝનનો એકંદરે અત્યાર સુધી 63 ટકા વરસાદ થયો છે અને બંગાળની ખાડીમાં બનેલી વધુ એક સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તો રાજ્યને ફરી તરબોળ કરી શકે છે. ચોમાસાની બદલાયેલી પેટર્નની તો અનેક ચર્ચાઓ થઈ છે અને હજુ પણ થઈ રહી છે. હવામાનના કેટલાક આગાહીકારો કહે છે કે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. શક્યતા તો એવી પણ છે કે સાબરમતી નદી પણ બે કાંઠે થઈ શકે છે. સવાલ એ છે કે નવી સિસ્ટમથી ગુજરાતમાં કેવા વરસાદની શક્યતા છે, એકંદરે મધ્યમ કહી શકાય એવું અત્યાર સુધીનું ચોમાસુ રાજ્યને કેટલો ફાયદો કરાવશે. What Is ThE Next Stage Of Rain In Gujarat

  • 23 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે
  • 19,20 અને 21 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે
  • સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે

What Is ThE Next Stage Of Rain In Gujarat

19,20,21 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે. દરિયામાં ઝડપી ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

  • હાલ છત્તીસગઢ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે
  • છત્તીસગઢનું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારત તરફ જાય તેવી શક્યતા
  • બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બને તેવી શક્યતા

ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા કેમ?

  • હાલ છત્તીસગઢ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. છત્તીસગઢનું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારત તરફ જાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બને તેવી શક્યતા. બંગાળની ખાડીની સિસ્ટમ લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.

Leave a Comment