Meteorological department forecast: ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Meteorological department forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે ગુજરાતના બે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Meteorological department forecast

Meteorological department forecast

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે, હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે લૅન્ડફૉલ કરશે. બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Meteorological department forecast

આજે 4 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે એટલે કે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

14 જૂને કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ

આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો: અંબાલાલની સૌથી મોટી આગાહી: બે-બે વાવાઝોડા સક્રિય થશે

15 જૂને ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આગાણી 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દરિયાકિનારાના જિલ્લાઓની મંત્રીઓને સોંપાઈ છે જવાબદારી
વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં હર્ષ સંઘવીને દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ જામનગર જિલ્લામાં મૂળુભાઇ બેરા, જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ જિલ્લામાં પુરુષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

Meteorological department forecast | Meteorological department forecast

Leave a Comment