Manav Garima Yojana: માનવ ગરિમા યોજના ગુજરાત અરજી ફોર્મ ચાલુ

Manav Garima Yojana: માનવ ગરિમા યોજના ગુજરાત અરજી ફોર્મ ચાલુ અરજદારઓ પાસેથી esamajkalvan.gujarat.gov.in પર તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

માનવ ગરિમા યોજનાનો હેતુ

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.
  • નિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિ રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્તિ જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, રોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરીમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના ૨૮ સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે.
  • અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.

સદરહું Manav Garima Yojana ૨૦૨૩ હેઠળ લાભ મેળવવા ઇચ્છતા લોકો અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા મિત્રો માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) હેઠળ ઓનલાઈન અરજી કરી સહાય મેળવી શકે.

માનવ ગરિમા યોજના નિયમો અને શરતો અને સહાય મેળવવાની પાત્રતા

  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
  • Manav Garima Yojana માં સહાય મેળવવા અંગેની વિગતો samajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.

માનવ ગરિમા યોજના યોજના હેટઃઅકુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.) manav garima yojana kit list

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરિમા યોજના યોજના હેઠળ રજુ કરવાના ડોક્યુમેન્‍ટ:

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  4. અરજદારની જાતિ નો દાખલો
  5. વાર્ષિક આવક નો દાખલો
  6. અભ્યાસનો પુરાવો
  7. વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  8. સ્વ ઘોષણા
  9. એકરારનામું

Manav Garima Yojana હેઠળ કેવી રીતે કરશો ઓનલાઇન અરજી જાણો સંપુર્ણ પ્રોસેસ?

  • Manav Garima Yojana માં સહાય મેળવવા અંગેની વિગતો samajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે.
  • જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

મહત્વની લિંક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
માનવ ગરિમા યોજના ઓફિસિયલ જાહેરાત માટે અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
વધુ યોજનાકીય માહિતી માટે અહી ક્લિક કરો

માનવ ગરિમા યોજના online ફોર્મ last date 2023

  • અરજદારઓ પાસેથી esamajkalvan.gujarat.gov.in પર તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી મંજુર કે ના મંજુર કરવા વિશે જાણો આ ખાસ બાબતો

અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઇ હક્કદાવો કરી શકશે નહીં. (૧૨) જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામા આવશે. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને જ સાધનો (ટુલ કિટ્સ) આપવામા આવશે.

ખાસ નોધ: આ યોજનનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે અને આ ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. તથા મોબાઇલ ચાલુ સ્થિતિમા રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.

Leave a Comment