ICMR Recruitment: ICMR માં આવી ભરતી લાખોનો પગાર જોઇતો હોય તો અત્યારેજ કરો અરજી

ICMR Recruitment: ICMRમાં આવી ભરતી -સરકારી નોકરીની તૈયારી કરતા અથવા ભરતી માટે રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક . આ તક એટલા માટે પણ મહત્વની છે કે જો તમને નોકરી મળશે તો તમને તેમાં લાખોમાં પગાર મળશે તથા આ ICMRની ભરતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગે નવી નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે જે જુઓ નીચેથી.

ICMR Recruitment વિશે જાણૉ વિગતે

ICMRની નોટિફિકેશન અનુસાર, આ ભરતી અંગે સંસ્થામાં વિવિધ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. રસ અને પાત્રતા ધરાવતા ઉમેદવારો ICMRની ઓફિશિયલ વેબસાઇટ nimr.org.in મુલાકાત લઈ વિગતો ચકાસી અને આ ભરતી અંતર્ગત કુલ 79 પોસ્ટ ભરતી માટે અરજી ફોર્મ તારીખ 21 જુલાઇ રજૂ કરી શકે છે.

આઈસીએમઆરમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન અને લેબોરેટરી એટેન્ડન્ટની જગ્યાઓ ખાલી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 37, એસસી માટે 9, એસટી માટે 4, ઇડબલ્યુએસ માટે 8 અને ઓબીસી માટે 21 જગ્યાઓનો સમાવેશ થાય છે.

જણો કેટલી છે આ ભરતીના ઉમેદવારની વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવાની વયમર્યાદા 25થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો: Sarkari Naukri Tips: આ ટિપ્સને ફોલો કરીને ઘરે બેઠા કરો સરકારી નોકરીની તૈયારી

કેટલો હશે પગાર ધોરણ ?

  • આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોનો મહત્તમ પગાર 1,12,400 રૂપિયા રહેશે. જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને 35,400 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા, ટેક્નિશિયનની પોસ્ટ માટે 19,900 રૂપિયાથી લઈને 63,200 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. જ્યારે લેબોરેટરી એટેન્ડન્ટના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 18,000 રૂપિયાથી લઈને 56,900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે ફોર્મ ભરી શકશો જાણૉ

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ “ડિરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, સેક્ટર-8, દ્વારકા, નવી દિલ્હી -1100777” પર મોકલવાનું રહેશે.
  • ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવે છે કે 21 જુલાઇ પછી પ્રાપ્ત થયેલી કોઈપણ અરજી પર વિચારણા કે સ્વીકૃતી કરવામાં આવશે નહીં.

આ અંગે વધારે જાણકારી માટે ઓફિશ્યલ નોટીફિકેશન ચકાસો ICMR Recruitment Portal પરથી

ICMRમાં ભરતીમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવાર તારીખ 21 જુલાઇ સુધી કરો અરજી.

Leave a Comment