Aadhar Card News ની આ કાર્યના રજિસ્ટ્રેશન માટે ની જરૂર નહીં પડે, કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Aadhar Card News રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ અપાશે

Aadhar Card News

Aadhar Card News

  • આધાર કાર્ડને લઇ કેન્દ્ર સરકારની જનતાને મોટી રાહત
  • જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ
  • અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ હતો

લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે હવે જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે. અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર વતી રજિસ્ટ્રાર જનરલ (RGI) કાર્યાલયને દેશમાં જન્મ અને મૃત્યુ નોંધણી દરમિયાન આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અહેવાલો અનુસાર મંગળવાર 27 જૂન 2023ના રોજ જાહેર કરાયેલી સૂચના અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MEiTY) એ RGI ને જન્મ અને મૃત્યુ નોંધણી પ્રક્રિયામાં ઓળખ ચકાસણી માટે આધાર ડેટાબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે તેમાં ઉમેર્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ નિયુક્ત કરાયેલા રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ આપવામાં આવશે. એટલે કે હવે તમે આધાર કાર્ડ વગર પણ આ કામ સરળતાથી કરી શકશો.

દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે

સૂચનામાં જણાવાયું છે કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી આધાર ચકાસણીના ઉપયોગ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરશે. ધારાધોરણો મુજબ આ સંદર્ભે આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છતી રાજ્ય સરકારો તેને ન્યાયી ઠેરવવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સંદર્ભમાં કેન્દ્ર સરકાર સમક્ષ મૂકશે.

Aadhar Card News અહી નોંધનીય છે કે, 2020માં તે નિયમો IT મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સુશાસન માટે જનતાના નાણાંનો બગાડ અટકાવે અને જીવનની સરળતાને પ્રોત્સાહન સંસ્થાઓને વિનંતી કરી Aadhar Card News ચકાસણી અથવા પ્રમાણપત્ર મંજૂર કરી શકે છે.

નવા બાળકના જન્મ પર ઓળખ જરૂરી

સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર નવા બાળકના જન્મના કિસ્સામાં માતા-પિતા અને માહિતી આપનારની ઓળખ આપવી જરૂરી છે. કેન્દ્ર વતી આ વ્યવસ્થા બાળકના માતા-પિતા અને જન્મ કે મૃત્યુના કિસ્સામાં જન્મ સમયે માહિતી આપનારની ઓળખ સ્થાપિત કરવાના હેતુ માટે છે. જ્યારે મૃત્યુના કિસ્સામાં માતા-પિતા, જીવનસાથી અને માહિતી આપનારની ઓળખ સ્થાપના હેતુ માટે અમલમાં મૂકાયેલ છે.

Leave a Comment