Breaking News: 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીનો બિલો બનાવીને આ કૌંભાડ રચવામાં આવ્યુ હોવાની માહિતી છે. તે સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સમીલ હોવાનું સામે આવ્યુ છે.

GST Breaking News Rajkot: GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ (Bogus billing scam) ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડવામાં આવ્યુ છે. 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલ બનાવીને આ કૌંભાડ રચવામાં આવ્યુ હોવાનું જણાયું છે. તે સાથે જ 1600 જેટલા વેપારીઓનું કૌભાંડમાં સથે હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ (bogus firm) મળી આવી છે
કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓની સંડોવણી
GST વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કરવામાં આવ્યું છે. એક રીતે જોઇએ તો સરકારી તીજોરી પર ચુનો લગાવવાનું કામ કરવામાં આવ્યુ હોય તેવુ પણ કહી શકાય. પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 લાખ રુપિયાથી લઇને 3 કરોડ રુપિયા સુધીના બોગસ બિલ બનાવવામાં આવ્યા છે. આ આખા કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓ સાથે હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચો: RBI દ્વારા ₹500ની નોટને લઈને મહત્વની જાહેરાત કરાઈ
Breaking News: 50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી
Breaking News: માહિતીના આધારે GST વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. એવુ પણ સામે આવ્યુ છે કે 50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી છે. હાલમાં સમગ્ર મામલાને લઇને GST વિભાગ દ્વારા તપાસ હાથમા ધરવામાં આવી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તબક્કાવાર આ તમામ વેપારીઓને નોટિસ આપીને તેમના જે આધાર પુરાવા છે તેની ખરાઇ કરવામાં આવશે અને જો કસુરવાર જણાશે તો ઊંચો દંડ અને સજા ફટકારવામાં આવી શકે છે.
વેપારીઓએ ખોટી રીતે બિલીંગ કરીને કૌંભાડ કરવાની હકિકતો સામે આવી હતી. GST વિભાગ દ્વારા આ બેનિફીશયરોના એકાઉન્ટ,પેઢીનું સ્થળ અને હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ ગેરરિતી પકડાઇ હતી. એટલું જ નહિ ૫૦ જેટલી પેઢીઓમાં સ્થળ તપાસ કરતા બોગસ સામે આવતા જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ હતી,આ તમામ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા એક મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એક મહિનામાં રકમ જમા કરવામાં નહિ આવે તો જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.