ISRO Chandrayaan3 નો કમાલ: એલોન મસ્ક સ્પેસમાં આંટો મારવાના 900 કરોડ લે છે! આદિપુરુષ ફિલ્મના બજેટ કરતાં પણ સસ્તામાં બજેટમા આપણે ચંદ્રયાન બનાવી દીધું

ISRO Chandrayaan3 દુનિયાના સૌથી અમીર શખ્સ કહેવાતા એલોન મસ્કના સ્પેસએક્સમાં ફરવાનો ખર્ચ સાંભળીને તમને પણ ચક્કર આવી જશે. કારણ કે ચંદ્રયાન 3ના લોન્ચિંગ પર જ તેના બજેટ અને ખર્ચ વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે.

ISRO Chandrayaan3
  • સ્પેસમાં આંટો મારવાના 900 કરોડ લે છે એલોન મસ્ક
  • આદિપુરૂષના બજેટ કરતા પણ સસ્તામાં બન્યું ચંદ્રયાન 3
  • ચંદ્રયાન-3 બનાવવામા 615 કરોડનો ખર્ચો થયો છે

ISRO Chandrayaan3

આજે દરેક જગ્યા પર ફક્ત ચંદ્રયાન-3ની ચર્ચા થઈ રહી છે. શુક્રવારે ભારતનું ચંદ્રયાન-3 2:35 p.m ક્લાકે ચંદ્ર પર જવા માટે ઉડાન ભરશે. આ મિશનનો ખર્ચ 615 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે. જે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષના બજેટ કરતા પણ ઘણો ઓછો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ આદિપુરૂષ બનાવવા પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ISRO Chandrayaan3 આ ફિલ્મના બજેટ કરતા પણ ઓછા બજેટ મા તૈયાર થઈ ગયું છે.

લગભગ 50 દિવસની યાત્રા બાદ આ મિશન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ તો થઈ ચંદ્રયાન 3ની તૈયારી અને ખર્ચની વાત. હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. હકીકતમા સ્પેસ સેક્ટરમાં આખી દુનિયામાં સૌથી મોટું નામ એલોન મસ્કની કંપની સ્ટારલિંકનું આવે છે. કહેવામાં આવે છે કે તે પહેલા એવા વ્યક્તિ છે જેમણે પોતાનું પ્રાઈવેટ સ્પેસ લોન્ચ કર્યું.

એલોન મસ્કના સંપૂર્ણ સ્ટારલિંક પ્રોજેક્ટને તો છોડો તેમના સ્પેસમાં ફરવાનો ખર્ચ સાંભળીને પણ તમારૂ મજગ ચકડોળે ચડી જશે. જેટલો ખર્ચ તેમના સ્પેસમાં ફરવાનો ફક્ત બે ટિકિટોનો આપવો પડે છે. તેનાથી ઓછા ખર્ચે ભારતે આખુ ચંદ્રયાન-3 મિશન તૈયાર કરી લીધુ છે

આ પણ વાંંચો: આ છે ભારતની રોકેટ મહિલા કે જેના ઇશારે મિશન ‘ચંદ્રયાન 3’ પાર પડશે, જાણો કોણ છે રિતુ કરિધાલ

ઓફીશીયલ વેબસાઇટ: https://www.isro.gov.in/

કેટલું છે ચંદ્રયાન-3નું બજેટ

મીડિયા રિપોર્ટ્સ અને મળતી માહિતી અનુસાર ISRO Chandrayaan3 નો ખર્ચ લગભગ 615 કરોડ છે. ભારત ના ઈસરો તરફથી બનાવવામાં આવેલા આ મિશનનો અંદાજીત કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા છે. પરંતુ તેને બનાવીને તૈયાર થવામાં 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ત્યાં જ ચંદ્રયાન-2ની વાત કરવામાં આવે તો તેને સફળ બનાવવા માટે ભારતે લગભગ 978 કરોડ રૂપિયા નો ખર્ચ કર્યો હતો. ત્યાં જ અમેરિકા જેવા પાવરફૂલ દેશના મૂન મિશનની વાત કરવામાં આવે તો,અમેરિકા એ મૂન મિશન પર અત્યાર સુધી લગભગ 825 લાખ કરોડ ખર્ચ કરવામાં આવી ચુક્યા છે.

એલોન મસ્કના સ્પેસની ટિકિટ

આ તો થઈ ચંદ્રયાનની વાત. હવે વાત કરીએ સ્પેસએક્સના માલિક એલોન મસ્કના સ્પેસમાં ફરવાની. એક રિપોર્ટ અનુસાર એક્ઝિમ સ્પેસ જે એક પ્રાઈવેટ એરોસ્પેસ કંપની છે. આ કંપનીએ પહેલું એવું કમર્શિયલ સ્પેસ સેન્ટર બનાવ્યું હતું જેમાં સામાન્ય લોકોને એલોન મસ્કની સ્પેસએક્સની મુલાકાત લેવાની તક આપવામાં આવી હતી.

900 કરોડમાં બે લોકોની ટિકિટ

એલોન મસ્કની સ્પેસમાં ફરવા માટે જે ટિકિટ રાખવામાં આવી હતી. તે એક ટિકિટની કિંમત 55 મિલિયન ડોલર રાખવામાં આવી હતી. જો તમે તેમના સ્પેસમાં પોતાના પાર્ટનર કે કોઈ સાથીની સાથે ફરવાનો પ્લાન કર્યો હોય તો તમારે બે ટિકિટ માટે લગભગ 900 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે છે. જ્યારે ભારતમાં આખુ ISRO Chandrayaan3 મિશન ફક્ત 615 કરોડ રૂપિયામાં બનાવવામા આવ્યું છે

Leave a Comment