Indian Post GDS Result: પોસ્ટ વિભાગ GDSનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો પરિણામ

Indian Post GDS Result (GDS) ભરતી પરીક્ષાનું પરિણામ બહાર પાડયુ છે. indiapostgdsonline.gov.in પર પરિણામ જાહેર, એક જ ક્લિકમાં તપાસો તમારું પરિણામ

Indian Post GDS Result

Indian Post GDS Result 2023: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 12828 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી ઓનલાઇન અરજીઓ મે મહિનામા મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 110 જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે મે માસમા ઓનલાઇન ફોર્મ ભરાવાવવાની પ્રક્રિયા પુર્ણ થઈ હતી. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS Result ની રાહ જોઇ રહ્યા હતા. પોસ્ટ વિભાગની આ ભરતી માટે પોસ્ટ GDS ભરતી માટેની વેબસાઇટ પર રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ રીજલ્ટ કઇ રીતે ચેક કરવુ?

Indian Post GDS Result 2023

  • નોકરી સંસ્થા: ઈન્ડિયા પોસ્ટ વિભાગ
  • પોસ્ટ: સર્કલનું GDS
  • ભરતી જગ્યાનુ નામ: GDS – Gramin Dak Sevak
  • કુલ ભરતી જગ્યાઓ: 12828 – ગુજરાતમા 110
  • Gujarat GDS પરિણામની તારીખ: 08-7-2023
  • ઓફીસીયલ વેબસાઈટ: indiapostgdsonline.gov.in

પોસ્ટ વિભાગ GDSનું પરિણામ જાહેર

Indian Post GDS Result 2023, જે ઉમેદવારોએ ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓની ભરતી માટે નોંધણી કરાવી છે તેઓ ઈન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઈટ, indiapostgdsonline.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. પરિણામ પીડીએફ ફોર્મેટમાં બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોના રોલ નંબરો છે. તમામ સર્કલ માટે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારોએ તેમના પ્રદેશની મેરિટ સૂચિ ડાઉનલોડ કરવી પડશે અને તેમનું પરિણામ તપાસવું પડશે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

  • પોસ્ટનું નામ: ખાલી જગ્યાઓ
  • EWS: 14
  • ઓબીસી: 23
  • એસસી: 05
  • એસ.ટી: 23
  • યુ.આર: 45
  • કુલ: 110

ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023: આ રીતે ડાઉનલોડ કરો

Indian Post GDS Result 2023 ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન મુકવામા કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા ડોકયુમેન્ટ વેરીફીક્શન માટે મેરીટમા સ્થાન મેળવ્યુ છે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 રીજલ્ટ જોવા માટે સ્ટેપવાઈઝ પ્રોસેસ નીચે મુજબ છે.

  • સ્ટેપ-1: સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લો.
  • સ્ટેપ-2: હોમપેજ પર, બધા વર્તુળો માટે ઉપલબ્ધ શોર્ટલિસ્ટ ઉમેદવારોની યાદી પર ક્લિક કરો.
  • સ્ટેપ-3: સ્ટેટ પર ક્લિક કરો અને નવી પીડીએફ ફાઇલ ખુલશે.
  • સ્ટેપ-4: હવે ઉમેદવારો તેમાં તેમનું નામ અને અન્ય વિગતો તપાસો.
  • સ્ટેપ-5: મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરો અને એક નકલ તમારી સાથે રાખો.

Leave a Comment