Guru Purnima 2023: જાણો ગુરુ પૂર્ણિમાનું મુહૂર્ત, પૂજન વિધિ અને તેનું મહત્વ

Guru Purnima 2023: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે ગુરુ વિના આપણે ભગવાનને પણ પામી શકતા નથી. ધર્મ ગ્રંથોમાં ગુરુના મહિમાની પ્રશંસા ઘણી રીતે કરવામાં આવી છે. ગુરુના સન્માનમાં દર વર્ષે અષાઢ પૂર્ણિમા પર ગુરુ પર્વ મનાવવામાં આવે છે, આને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે કેમ કે ગુરુ જ શિષ્યનું માર્ગદર્શન કરે છે અને તે જ જીવનને ઉર્જામય બનાવે છે.

Guru Purnima 2023

Guru Purnima 2023

ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023એ છે. ગુરુ વિના જ્ઞાન અને મોક્ષ બંને જ પ્રાપ્ત કરવુ અસંભવ છે. એ તો સૌ જાણે છે કે ગુરુ પૂર્ણિમા પર મહર્ષિ વેદવ્યાસજી નો જન્મ થયો હતો પરંતુ ગુરુ પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો પણ ખાસ સંબંધ છે.

ગુરુ પૂર્ણિમા 2023 મુહૂર્ત

ગુરૂ પૂર્ણિમા પર ગુરુ પૂજન માટે સવારે 05:27 વાગ્યાથી સવારે 07:12 વાગ્યા સુધી અને સવારે 08:56 વાગ્યાથી સવારે 10:41 વાગ્યા સુધીનું છે. તે બાદ બપોરે 02:10 વાગ્યાથી 03:54 વાગ્યા સુધી શુભ સમય છે.

આ પણ વાચો: હવે દરરોજ 7 રૂપિયાની બચત કરો વાર્ષિક 60 હજાર રૂપિયા નું પેન્શન મળશે,

ગુરુ પૂર્ણિમા સાથે બુદ્ધનો ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમાને બૌદ્ધો દ્વારા ગૌતમ બુદ્ધના સન્માનમાં પણ મનાવવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું માનવુ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ગૌતમ બુદ્ધે ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના સારનાથ નામના સ્થળે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો.

ગુરુ પૂર્ણિમાએ ઘરે આ રીતે પૂજન કરો

Guru Purnima 2023: ગુરુ પૂર્ણિમાએ સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં કે પછી ઘરમાં પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. જે બાદ સફેદ અથવા પીળા વસ્ત્ર ધારણ કરો. પૂજા સ્થળને સ્વચ્છ કરો અને ગંગાજળ છાંટીને તે સ્થળને પવિત્ર કરો. સૌથી પહેલા ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) નું પૂજન કરો પછી મહર્ષિ વેદવ્યાસજીની આરાધના કરો. ગુરુ પૂર્ણિમાએ ગુરુ સમક્ષ પૂજા ન કરી શકવાની સ્થિતિમાં પૂજા સ્થળે ઉત્તર દિશામાં પોતાના ગુરુની તસવીર કે પાદુકા મૂકો. ગુરુ મંત્ર ॐ ग्रां ग्रीं ग्रौं स गुरवे नमः નો જાપ કરો. પોતાના શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને પીળા રંગની વસ્તુ કે શિક્ષણ સાથે સંબંધિત સામગ્રીનું દાન કરો.

Guru Purnima 2023

Leave a Comment