GS&HSEB Exam Registration – Purak Pariksha-2023: ધોરણ ૧૦ અને ૧૨ ના નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર, વધુમાં અમુક વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી નહિ ભરવી પડે કેમ કે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે, ધોરણ ૧૦, ધોરણ 12 આર્ટ્સ & કોમર્સ અને ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા અરજીની તારીખ કરાઇ જાહેર, તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.
GS&HSEB Exam Registration – Purak Pariksha-2023 આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી Onlineકરવાનું રહેશે.
GSEB SSC Purak Pariksha 2023: હમણાંજ થોડા સમય પહેલા ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવ્યું. રાજ્યભરમાં ધોરણ 10 નું પરિણામ 64.62 ટરા રહ્યું છે. ત્યારે ધોરણ-10 ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ધોરણ ૧૦ ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા માં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.
GSEB HSC Purak Pariksha 2023: હમણાંજ થોડા સમય પહેલા ધોરણ-12નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે ધોરણ-10 અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ધોરણ ૧૦ અને ૧૨ ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા માં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.
કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કેટલા ઉત્તિર્ણ થયા
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 442 કેન્દ્રો પર લેવામાં આવી હતી. વર્ષ 2023ની પરીક્ષા માટે 4,79,298 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 4,77,392 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 3,49,792 ઉત્તિર્ણ થયા છે. એટલે કે ગુજરાત રાજ્યમાં 73.27 % પરિણામ નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા નોંધાયું હતું. આ સિવાય 2023માં પુનરાવર્તીત પરીક્ષા આપનારા 29,974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 28,321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે.
GS&HSEB Exam Registration – Purak Pariksha-2023: જુલાઈમાં લેવાશે નાપાસ થયેલા ધો-10 અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા
બોર્ડમાં ગેરહાજર વિદ્યાર્થીઓ પણ ફરી આપી શકશે આ પરીક્ષા – GS&HSEB Exam Registration – Purak Pariksha-2023
ધો-10 અને ધોરણ ૧૨ ના પરિણામ આવ્યા બાદ જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરાઈ છે.
જેમાં પૂરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર શાળા દ્વારા જ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
જેમાં એક વિષયના ૧૩૦ રૂપિયા ફી અને બે વિષયના ૧૮૫ રૂપિયા ફી ઓનલાઇન ભરવાની રહેશે.
આ ઉપરાંત કન્યા અને દિવ્યાંગ વિધાર્થીઓને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
તેમજ માર્ચ ૨૦૨૩ ની બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિધાર્થીઓ પર જુલાઈમાં પુરક પરીક્ષા આપી શકશે.
ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ 0% પરિણામ
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળા 1084 થઈ છે. તો ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.
ધોરણ 10 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા માટે અરજીની તારીખ જાહેર, તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે
GS&HSEB Exam Registration – Purak Pariksha-2023: ધોરણ ૧૦ અને ૧૨ ના નાપાસ વિદ્યાર્થીઓએ પાંચમી જૂન સુધીમાં બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
ધોરણ-10ની પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા માટે
ધોરણ-12ની સાયન્સ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦ર૩માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (Needs Improvement) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ-૨૦૨૩ના પરીક્ષાના પરિણામ સાથે શાળાઓને મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયની પરીક્ષામાં નાપાસ કે ગેરહાજર છે અને પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.
આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscscipurakreg.gseb.org પરથી Onlineકરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
ધોરણ ૧૦ અને ૧૨ ના નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે વિગતે માહીતી તથા સુચનો અને ઓનલાઈન અરજી તથા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની મહત્વપુર્ણ લિંકો
ધોરણ-10ની પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા માટેની સુચનાઓ માટે | અહીં ક્લિક કરો |
ધોરણ-10ની પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા લિંક માટે | અહીં ક્લિક કરો |
ધોરણ-12ની સાયન્સ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા માટેની સુચનાઓ | અહીં ક્લિક |
ધોરણ-12ની સાયન્સ પૂરક પરીક્ષા-૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા લિંક માટે | અહીં ક્લિક |
ધોરણ ૧૦ અને ૧૨ ના નાપાસ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા-૨૦૨૩ વિશે વધુ માહીતી માટે | અહીં ક્લિક કરો |
પરીક્ષા માટેનું આવેદન તા.૨૬/૦૫/૨૦૨૩ બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૦૫/૦૬/૨૦૨૩ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.
ખાસ નોંધ
- કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી.
- પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે.
- વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટીકમાર્ક કરી રજીસ્ટ્રેશન ન કરેલ હોય તેવા કિસ્સામાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે નહી.
- ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.