Biporjoy Sahay: બિપોરજોય વાવાઝોડાને લઇ સહાયની સત્તાવાર જાહેરાત, કપડા, ઘરવખરી, મકાન સહિત આ નુકસાનીમાં મળશે આટલી સહાય

Biporjoy Sahay: તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા બિપોરજોય વાવાઝોડામાં થયેલ નુકશાનને લઈને સહાય જાહેર કરવામાં આવી છે.

Biporjoy Sahay

Biporjoy Sahay

Biporjoy Sahay: તાજેતરમાં જ ગુજરાત ઉપર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના કારણે આઠ જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં નુકશાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકશાનમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પાક નુકશાની અને પશુમૃત્યુ અંગેનો સર્વે શરૂ કરાયો છે.

રાજય સરકાર દ્વારા શું સહાય જાહેર કરાઈ

  • બિપોરજોય વાવાઝોડાને લઇ સહાયની જાહેરાત
  • કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચૂકવશે
  • સંપૂર્ણ નાશ થયેલા કાચા માકા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાય
  • આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય
  • આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય
  • સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય
  • ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાય
  • તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી વધારાની અપાશે રકમ
Biporjoy Sahay
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે અહીંં ક્લીક કરો
વધૂ યોજનાકીય માહીતી માટે અહી ક્લિક કરો

રાઘવજી પટેલ કચ્છનાં પ્રભાવિત ગામોની મુલાકાત લેશે

ખાસ કરીને કચ્છ જિલ્લામાં પાક નુકશાની અને પશુપાલન ક્ષેત્રે નુકશાન થયું હોવાનું અનુમાન છે. જેથી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ સર્વે કામગીરીની સમીક્ષા માટે ૨૩મી જૂન, શુક્રવારના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ દરિયાકાંઠે માછીમારોને થયેલી નુકશાની અંગે પણ સમીક્ષા કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની કચ્છ મુલાકાત દરમિયાન નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના પ્રભાવિત ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરશે.

Leave a Comment