146th Rath Yatra 2023 LIVE: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલ મંગળવારે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે, આ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમાલપુર મંદિરે જઈ સોનાવેશમાં નાથના દર્શન કર્યા હતા અને નાથની સંધ્યા આરતીમાં સામેલ થયા હતા. દર વર્ષની જેમ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરી હતી. આવતીકાલ અષાઢી બીજની સવારે સીએમ પહિંદ વિધિ કરી રથયાત્રા માટે રથનું પ્રસ્થાન કરાવશે.
પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું. રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
Rath Yatra 2023
146th Rath Yatra 2023 LIVE: બિપરજોય વાવાઝોડા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પર આ સંકટ આવ્યું પરંતુ આપણા આગોતરા અને સમયસર ના આયોજન થી ઝીરો કેઝ્યુલિટી સાથે રાજ્યમાંથી આપણે વાવાઝોડા માંથી પાર ઉતર્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને અમિત શાહના સાથ, સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ આ વાવાઝોડા ની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ રથયાત્રાના આકર્ષણો
- 18 શણગારેલા ગજરાજો
- 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
- 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
- 18 ભજન મંડળીઓ
- 3 બેન્ડબાજા
- 1200 જેટલા ખલાસી ભાઇઓ
- 2000 જેટલા સાધુ સંતો
Rath Yatra 2023 LIVE: અમદાવાદ રથયાત્રા કેટલા વાગે ક્યાં સ્થળે પહોંચશે?
ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા – જમાલપુર ફૂલ બજાર રસ્તો બંધ રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન – રિવરફ્રન્ટ – ફૂલ બજાર – જમાલપુર ઓવરબ્રિજ થઈને ગીતા મંદિર સુધી જઈ શકાશે. આ રસ્તા રાતે 2 વાગ્યા સુધી એટલે કે રથયાત્રા સંપૂર્ણ પૂરી થઈ જશે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.
જગન્નાથપુરી રથ યાત્રા જુઓ હવે લાઈવ |
અમદાવાદ રથ યાત્રા લાઈવ જુઓ લાઇવ |