AHMEDABAD RAINFALL ધમધોકાર: મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં AMC ક્લિનસ્વીપ, સોસાયટીઓ, રસ્તા,અંડરપાસ પાણીમાં

AHMEDABAD RAINFALL ધમધોકાર માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા છે

AHMEDABAD RAINFALL ધમધોકાર
  • અમદાવાદમાં ધોધમાર
  • અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
  • પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

AHMEDABAD RAINFALL કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યો છે તો ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરના ઘણાં અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે.

અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા

અમદાવાદમાં અતિ ભારે વરસેલા વરસાદને કારણે 5 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે તંત્રે અંડર બ્રિજ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે તમને જણાવી બ્રિજમાં પાણી ભરાતા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

તંત્રની પોલ ખુલી

AHMEDABAD RAINFALL પહેલા રાઉન્ડમાં જ તંત્રની પોલ ખુલી છે. અતિથી રેસ્ટોરન્ટ પાસે 4થી 5ફૂટ પાણી ભરાયા છે. પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા છે.

આ પણ વાંચો : LPG Gas Cylinder Price Reduction: એલપીજીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોને રાહત, જાણો ગેસ સિલિન્ડર નો ભાવ

સોસાયટીમા પાણી ઘૂસ્યા

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ઘાટલોડીયા વિસ્તારમાં સોસાયટીમા પાણી ઘૂસ્યા છે. કે કે નગર રોડ પર પાણી ભરાયા છે તેમજ ભારે વરસાદથી સોસાયટીમા વાહનો ડૂબવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો

AHMEDABAD RAINFALL માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરુનગર, જીવરાજપાર્ક, રાણિપ, બોપલ, ઘુમા, ગોતા, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સિંધુભવન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Leave a Comment